KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Effect on Exports : ઇન્ડોનેશિયાની નવી નીતિથી ભારતની સીંગદાણાની નિકાસમાં 25% ઘટાડો

ઇન્ડોનેશિયાની બદલાયેલી આયાત નીતિના કારણે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની સીંગદાણાની નિકાસમાં જથ્થા પ્રમાણે 24.60%નો ઘટાડો થયો છે. ઇન્ડોનેશિયાની નિકાસમાં 57%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે મલેશિયામાં નિકાસ વધી છે.

kuberanowPublished On : 19 Sept 2026
peanut exports
AI GENERATED

મુંબઇ: ગત વર્ષે અફલાટોક્સિનની સમસ્યા આવ્યા બાદ ઇન્ડોનેશિયાની બદલાયેલી નીતિના પરિણામે નાણાકિય વર્ષ 2026-27નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની સીંગદાણાની નિકાસમાં જ્થ્થા પ્રમાણે 24.60 ટકાનો અને કરન્સીની ગણતરીએ 9 ટકાનો ઘટાડો થયો છે. જો સરકાર કોઇ પગલાં નહીં લે તો બીજા ત્રિમાસિકગાળાનાં નિકાસના આંકડા હજુ નીચા આવવાની ભિતી છે.


IOPEPCના ડાયરેક્ટર અને સીંગદાણાનાં નિકાસકાર વિમલ ટોળિયાએ જણાવ્યું હતું કે કારોબાર ઉપર ઇન્ડોનેશિયાની પોલીસીની અસર પડી છે. નાણાકિય વર્ષ 2025-26નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે 71,826 ટન અને 70.75 મિલીયન ડોલરના સીંગદાણાની ઇન્ડોનેશિયા નિકાસ કરી હતી. જે આ વર્ષના એપ્રીલથી જુનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘટીને 30,843 ટન અને 39.52 મિલીયન ડોલરની થઇ છે. ઇન્ડોનેશિયામાં નિકાસ જથ્થા પ્રમાણે 57 ટકા અને કરન્સીની ગણતરીઐ 44 ટકા ઘટી છે. ભારતની કુલ નિકાસ 1,77,541 ટન અને 180.27 મિલીયન ડોલર વાળી ઘટીને 1,33,861 ટન અને 164.19 મિલીયન ડોલર રહી છે. જે જથ્થા પ્રમાણે 24.60 ટકા અને કરન્સીની ગણતરીએ 9 ટકાનો ઘટાડો સુચવે છે.


ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન(ફીઓ)ના વેસ્ટર્ન રિજનનાં ચેરમેન ખુશવંત જૈને જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાની સરકારે ત્યાંના નિયમિત આયાતકારોને બહુ ઓછી માત્રામાં આયાતની પરવાનગી આપી છે. જ્યારે ઇન્ડોનેશિયાની સરકારી કંપની સીંગદાણાની મોટાપાયે આયાત કરી રહી છે. તેથી ભારતના નિયમિત નિકાસકારોના સંપર્ક મર્યાદિત થઇ જતા કારોબારને વિપરીત અસર પડી છે.


ઇન્ડોનેશિયાની સરકારી કંપની પાસેથી મર્યાદિત ખરીદી

નિકાસકારોના જણાવ્યા અનુસાર, ઇન્ડોનેશિયાની સરકારે ત્યાંના નિયમિત આયાતકારોને ઓછી માત્રામાં આયાતની પરવાનગી આપી છે. હાલમાં ઇન્ડોનેશિયાની સરકારી કંપની PT Perusahaan Persero (PPP) ભારતની એક-બે કંપનીઓ પાસેથી જ મોટા પાયે સીંગદાણાની આયાત કરી રહી છે, જેના કારણે અન્ય ભારતીય નિકાસકારોના કારોબાર પર અસર પડી છે.


આ પણ વાંચો: Upcoming Ipo: Elevate Campuses IPO 23 સપ્ટેમ્બરથી ખુલશે, જાણો સમગ્ર વિગત


ઇન્ડસ્ટ્રીના વર્તુળોના જણાવ્યા પ્રમાણે આજ સમયગાળામાં ભારતે મલેશિયામાં 18,235 ટન અને 22.59 મિલીયન ડોલરની નિકાસ કરી છે. જે ગત વર્ષના ત્રિમાસિક ગાળા કરતા અનુક્રમે 41 ટકા અને 78 ટકાનો વધારો દર્શાવે છે. બજારના વર્તળોનું અનુમાન છે કે ભારતના અમુક નિકાસકારો મલેશિયા માર્ગે ઇન્ડોનેશિયામાં નિકાસ કરતા હતા. પરંતુ ગત સપ્તાહે 50 ટન સીંગદાણાના વેપાર ઉપર તપાસ આવી હોવાથી હવે આ કારોબાર બંધ થઇ જશે. તેથી બીજા અને ત્રીજા ત્રિમાસિક ગાળામાં ભારતની સીંગદાણાની નિકાસ બહુ ઘટવાની ભિતી છે. જેના કારણે કરોડો રુપિયાના મુડીરોકાણ કરીને નિકાસના પ્લાન્ટ ઉભા કરનારા સ્થાનિક રોકાણકારોને ભારે નુકસાન થવાની શક્યતા છે.


આ પણ જુઓ


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM