KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Apple Event: આજે Appleની ‘Surprise and Shine’ ઇવેન્ટ, જાણો નવા CEOએ શું કહ્યું ?

Apple આજે 9 સપ્ટેમ્બરે રાત્રે 10:30 વાગ્યે તેની મોટી ‘Surprise and Shine’ ઇવેન્ટ યોજશે. નવા CEO જ્હોન ટર્નસે કર્મચારીઓને મોકલેલા પોતાના પ્રથમ સંદેશમાં આગામી લોન્ચને huge અને phenomenal ગણાવ્યું હતું. અહેવાલો મુજબ કંપની iPhone 18 Pro સાથે પોતાનો પહેલો ફોલ્ડેબલ આઈફોન રજૂ કરી શકે છે.

kuberanowPublished On : 9 Sept 2026
APPLE
Appleની ‘Surprise and Shine’ ઇવેન્ટAI GENERATED

Apple આજે તેના માટે ખૂબ મહત્વની ‘Surprise and Shine’ ઇવેન્ટ યોજવા જઈ રહી છે. ઇવેન્ટ ભારતીય સમય મુજબ 9 સપ્ટેમ્બરે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે અને એપલની સત્તાવાર વેબસાઇટ તથા Apple TV App પર લાઇવ જોઈ શકાશે. આ વખતનો ઇવેન્ટ માત્ર નવા iPhone માટે જ નહીં, પરંતુ એપલના નવા CEO જ્હોન ટર્નસ માટે પણ ખાસ છે. ટીમ કૂક બાદ CEO બન્યા પછી ટર્નસનો આ પહેલો મોટો પ્રોડક્ટ લોન્ચ ઇવેન્ટ રહેશે.


CEOએ શું કહ્યું?

1 સપ્ટેમ્બરે CEO તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જ્હોન ટર્નસે કર્મચારીઓને મોકલેલા પોતાના પ્રથમ સંદેશમાં આગામી લોન્ચ અંગે મોટો સંકેત આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે આગામી અઠવાડિયે આપણું મોટું લોન્ચ છે, જે શાનદાર રહેવાનું છે. જોકે ટર્નસે પોતાના સંદેશમાં કયા પ્રોડક્ટ લોન્ચ થશે તેનું નામ આપ્યું નહોતું.


Foldable iPhone બની શકે સૌથી મોટું સરપ્રાઇઝ

અહેવાલ મુજબ આજે Apple પોતાનો પહેલો Foldable iPhone લોન્ચ કરી શકે છે. ફોન પાસપોર્ટની જેમ ખુલતો હોઈ શકે છે અને વિશ્લેષકોના અંદાજ મુજબ તેની કિંમત $2,500થી વધુ રહી શકે છે. જો એપલ ફોલ્ડેબલ આઈફોન લોન્ચ કરે તો કંપની પહેલીવાર Samsung, Google અને અન્ય કંપનીઓ સાથે Foldable Smartphone બજારમાં સીધી સ્પર્ધામાં ઉતરશે.


iPhone 18 Pro અને Pro Max પણ અપેક્ષિત

અહેવાલો મુજબ Apple આજે iPhone 18 Pro અને iPhone 18 Pro Max પણ રજૂ કરી શકે છે. કેમેરા, બેટરી અને પ્રોસેસરમાં સુધારા જોવા મળી શકે છે. જોકે Appleએ હજી આ મોડલ્સ કે તેમના ફીચર્સની સત્તાવાર પુષ્ટિ કરી નથી.


બેઝ iPhone 18 આજે નહીં થશે લોન્ચ!

આ વખતનો સૌથી મોટો ફેરફાર બેઝ iPhoneને લઈને હોઈ શકે છે. અહેવાલો મુજબ એપલ સ્ટાન્ડર્ડ iPhone 18ને આજે લોન્ચ નહીં કરે અને તેને 2027 સુધી પાછળ ધકેલી શકે છે. એટલે આજના ઇવેન્ટમાં કંપનીનો ફોકસ મુખ્યત્વે Premium iPhone અને Foldable મોડલ પર રહી શકે છે.


AI પર પણ નવા CEOની મોટી કસોટી

આજના ઇવેન્ટમાં ફક્ત હાર્ડવેર નહીં પરંતુ એપલની AI સ્ટ્રેટેજી પર પણ બજારની નજર રહેશે. એહવાલ મુજબ Wall Street એ જોવાનું ઇચ્છે છે કે ટર્નસના નેતૃત્વ હેઠળ એપલ નવી હાર્ડવેર ઈનોવેશન સાથે Siri અને એપલ ઈન્ટેલિજન્ટને Google Gemini જેવી AI સેવાઓ સામે કેટલું મજબૂત બનાવી શકે છે.


આ પણ વાંચો: Adani Airportsનો ₹9,825 કરોડનો ગ્લોબલ મેગા ફંડિંગ પ્લાન


Watch અને AirPods પણ આવી શકે

અહેવાલો મુજબ નવા iPhone ઉપરાંત Apple Watch Series 12, Apple Watch Ultra 4 અને નવા AirPodsની જાહેરાત પણ થઈ શકે છે. જોકે એપલે સત્તાવાર રીતે માત્ર ઇવેન્ટની તારીખ અને સમયની જ પુષ્ટિ કરી છે. કયા પ્રોડક્ટ રજૂ થશે તેની આખરી માહિતી આજે રાત્રે ઇવેન્ટ દરમિયાન જ સામે આવશે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM