KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

InvIT શું છે? તેમાં રોકાણ કેવી રીતે કરાય?

નાના રોકાણકારને મોટા કદનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણનો વિકલ્પ આપવા માટે શરૂ થયેલા InvITની વિગતવાર માહિતી...

desk@kuberanowPublished On : 14 Aug 2026
india investment
InvIT મારફતે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણની તક

મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણ કરી કમાણી કરવાનું વિચારો છો? મોટા કદનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે જંગી માત્રામાં મૂડીની જરૂર પડે છે, પરંતુ નાના રોકાણકારોની આ સમસ્યા દૂર કરવા માટે એક નવો વિકલ્પ ધીમે-ધીમે લોકપ્રિય થઈ રહ્યો છે. આ વિકલ્પનું નામ છે, InvIT એટલે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈવેસ્ટમેન્ટ ટ્રસ્ટ.


ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ગતિ આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં Infrastructure Investment Trust (InvIT) મહત્વનું સાધન બનીને ઉભરી રહ્યું છે. સરકાર અને ખાનગી કંપનીઓ રસ્તા, વીજ ટ્રાન્સમિશન, ગેસ પાઇપલાઇન, ટેલિકોમ ટાવર જેવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મૂડી એકત્ર કરવા InvITનો વધુ ઉપયોગ કરી રહી છે.


પરંતુ સામાન્ય રોકાણકાર પણ આ માધ્યમ દ્વારા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં પરોક્ષ રીતે રોકાણ કરવાની તક મેળવતો હોય છે. InvIT એ એવું એકમાત્ર ટ્રસ્ટ છે, જેમાં અનેક રોકાણકારો પાસેથી મૂડી-ભંડોળ એકત્ર કરીને આવક રળી આપતી મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે. આ સંપત્તિથી થતી આવકનો મોટાભાગનો હિસ્સો રોકાણકારોને ડિવિડન્ડ સ્વરૂપમાં આપવામાં આવે છે. ઉપરાંત, InvITsનાં યુનિટ્સ શેરબજારમાં લિસ્ટેડ હોવાથી ઈન્વેસ્ટર ખરીદ-વેચાણ પણ કરી શકે છે.


InvITs મ્યુચ્યુઅલ ફંડ જેવું જ એક ટ્રસ્ટ છે જે રોકાણકારો પાસેથી નાણાં એકત્રિત કરે છે. તે હાઇવે, રોડ, પાઇપલાઇન, વેરહાઉસ, પાવર પ્લાન્ટ વગેરે જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિલકતો ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. રોકાણકારોને ડિવિડન્ડ દ્વારા નિયમિત કમાણીનો વિકલ્પ પણ આપે છે. આ ટ્રસ્ટને ઈન્વેસ્ટમેન્ટ મેનેજર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ઈન્વેસ્ટમેન્ટ મેનેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ અથવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં રોકાણ કરે છે.


InvITના કેટલા પ્રકાર?

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટનાં મુખ્ય બે પ્રકાર

પહેલું, InvIT મુખ્યત્વે એવા રસ્તા, વીજ લાઇનો જેવી મિલકતોમાં રોકાણ કરે છે, જ્યાંથી સમસસર આવક મળે. અહીંથી કમાણી કરવાનો રસ્તો છે Public Offer દ્વારા. બીજુ, ચાલુ અથવા પૂર્ણ થયેલું બાંધકામ. જેમાં સામાન્ય રીતે પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા મોટા અથવા ઈન્સ્ટીટ્યુશનલ રોકાણકારો પાસેથી મૂડી ભંડોળ એકત્ર કરવામાં આવે છે.


SEBI રજીસ્ટર્ડ InvIT કેટલા છે?

ભારત InvIT એસોશિયેશનનાં આંકડા મુજબ 30 જુલાઈ, 2026 સુધી ખાનગી અને સરકારી(પબ્લિક) SEBI રજીસ્ટર્ડ 28 InvIT છે. 26 લિસ્ટેડ કંપની, 8 પબ્લિક લિસ્ટેડ કંપની છે. દેશમાં 8 ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, જેમાં 5.58 લાખ યુનિટહોલ્ડર છે.


InvITનું મૂલ્ય કેટલું છે?

InvITની કુલ AUM ₹7.1 લાખ કરોડ, ₹1.97 લાખ કરોડ ઈક્વિટી એકત્ર કરાઈ છે. જેનું કુલ બજાર મૂલ્ય ₹2.92 લાખ કરોડ છે.


InvITમાં કેટલા રૂપિયાથી રોકાણ કરી શકો?

SEBIનાં 30 જુલાઈ, 2021નાં નિયમ મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં ઓછામાં ઓછા રૂપિયા 10,000થી રૂપિયા 15,000નું રોકાણ કરી શકો છો, જેના બદલામાં તમને યુનિટ ફાળવવામાં આવે છે. અગાઉ 100 યુનિટ માટે મિનિમમ રૂપિયા 1 લાખનું રોકાણ કરવું પડતું હતું. રોકાણકારો ઈક્વિટી શેરની જેમ InvIT યુનિટ ડીમેટ એકાઉન્ટ દ્વારા ખરીદી શકે છે.


REIT અને InvIT વચ્ચે મુખ્ય તફાવત

REIT અને InvIT બંને SEBI રજીસ્ટર્ડ છે. બંને ટ્રસ્ટની કામગીરી ટ્રસ્ટ મોડેલ આધારિત છે. REIT રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે જ્યારે InvIT ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે છે. InvIT દ્વારા રોડ, હાઇવે, વીજ ટ્રાન્સમિશન, ગેસ પાઇપલાઇન, રિન્યુએબલ એનર્જી જેવી એસેટ્સમાં રોકાણ કરવામાં આવે છે. REIT (Real Estate Investment Trust) રિયલ એસ્ટેટ (ઓફિસ પાર્ક, મોલ)માંથી આવક ઊભી કરે છે . 23 InvITs અને 5 REIT ભારતમાં લિસ્ટેડ ટ્રસ્ટ છે.


InvIT રોકાણકારો માટે કેમ મહત્વનું?

રોકાણકારો માટે બેંકના વ્યાજદર, બજારની અસ્થિરતા અને લાંબાગાળાના રોકાણ કરવાના વિકલ્પો વચ્ચે InvIT એક અલગ એસેટ ક્લાસ તરીકે ઉભરી આવ્યું છે.


કોણ રોકાણ કરી શકે?

જે રોકાણકારો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને વળતર મેળવવા માંગતા હોય અને તેમના પોર્ટફોલિયોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સામેલ કરીને વિવિધતા લાવવા માંગતા હોય તેમના માટે InvIT એક વિકલ્પ બની શકે છે. રોકાણનો નિર્ણય કરતાં પહેલાં સેબીમાં નોંધણી ધરાવતા ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરનો સંપર્ક સાધવો જરૂરી છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM