KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

SEBI ક્લોઝિંગ ઓકશન સેશન(CAS)માં કેટલાક ફેરફાર કરી શકે

SEBIએ એક્સપાયરી દિવસોમાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને સેટલ કરવા બે વૈકલ્પિક પ્રણાલિનો પ્રસ્તાવ મૂક્યો છે, તેમા ટૂંકો ટ્રાન્ઝિશન પીરિયડ અને બજારના સુધારેલા સમયનો સમાવેશ

desk@kuberanowPublished On : 12 Sept 2026
સેબી
સેબીએ કન્ટિન્યુઅસ ટ્રેડિંગ અને CAS વચ્ચેનો ટ્રાન્ઝિશન પીરિયડ પાંચ મિનિટથી ઘટાડીને એક મિનિટ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે CAS પછીની ડેરિવેટિવ્સ ટ્રેડિંગ વિન્ડો ઘટાડીને 10 મિનિટથી પાંચ મિનિટ કરવામાં આવશે. AI GENERATED IMAGE

મુંબઈઃ બજાર નિયમનકાર સેબીએ ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS)માં કેટલાક ફેરફારની તૈયારી આદરી છે. આ ફેરફારમાં જોઈએ તો એક્સપાયરી દિવસોમાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને સેટલ કરવા બે વૈકલ્પિક પ્રણાલિનો પ્રસ્તાવ મૂક્યો છે, તેમા ટૂંકો ટ્રાન્ઝિશન પીરિયડ અને બજારના સુધારેલા સમયનો સમાવેશ થાય છે.


પ્રથમ વિકલ્પ હેઠળ એક્સ્પાયરી સેટલમેન્ટ પ્રાઇસ મિશ્ર વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ પર આધારિત હશે, તેની ગણતરી છેલ્લા 30 મિનિટના થયેલા અવિરત ટ્રેડિંગ અને સીએએસના 10 મિનિટના સરેરાશ ભાવના આધારે કરવામાં આવશે. બીજા વિકલ્પમાં જોઈએ તો ફક્ત છેલ્લી 30 મિનિટના અવિરત ટ્રેડિંગને VWAP ભાવને વચગાળાના માપદંડ તરીકે લેવો. આ માળખુ ઇન્ડેક્સ અને ડેરિવેટિવ્સ બંનેને લાગુ પાડવામાં આવશે.


સેબીએ ઇન્ડિકેટિવ ઇન્ડેક્સ વેલ્યુ (IIV)ને બંધ કરવાનો નિર્ણય લીધો છે, તે CAS દરમિયાનના ઇન્ડિકેટિવ ઇક્વિલિબ્રિયમ પ્રાઇસીસમાંથી નક્કી થતાં હતા. જ્યારે સિક્યોરિટી લેવલ ઇન્ડિકેટિવ ઇક્વિલિબ્રિયમ પ્રાઇસીસ જારી રાખવાનો નિર્ણય લીધો છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે ઇન્ડિકેટિવ ઇન્ડેક્સ વેલ્યુ એક્ચ્યુઅલ ઇન્ડેક્સ લેવલ તરીકે સમજવાની ભૂલ થઈ શકે તેમ હતી અને તે વાસ્તવિક ટ્રેડ્સનું પ્રતિનિધિત્વ કરતાં ન હોવા છતાં ટ્રેડિંગના નિર્ણયને અસર કરતા હતા.


બજારના સમયમાં જોઈએ તો એક વિકલ્પ CAS શેરોનું ટ્રેડિંગ બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી જારી રાખવાનો વિકલ્પ છે, તેના પછી 3-31થી 3-40 સુધી હરાજી કરવામાં આવશે. તેના લીધે ડેરિવેટિવ્સને 3-45 વાગ્યા સુધી ટ્રેડ કરવાની તક મળશે.


બીજો વિકલ્પ CAS શેરો માટે બપોરનો સવા ત્રણનો સમય કટ-ઓફ તરીકે જાળવી રાખવાનો છે. જ્યારે હરાજીનો અંત 3-25 વાગે આવશે. ડેરિવેટિવ ટ્રેડિંગ બપોરે સાડા ત્રણ વાગે બંધ થશે. સેબીએ કન્ટિન્યુઅસ ટ્રેડિંગ અને CAS વચ્ચેનો ટ્રાન્ઝિશન પીરિયડ પાંચ મિનિટથી ઘટાડીને એક મિનિટ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે CAS પછીની ડેરિવેટિવ્સ ટ્રેડિંગ વિન્ડો ઘટાડીને 10 મિનિટથી પાંચ મિનિટ કરવામાં આવશે.


રેગ્યુલેટરોએ CAS દરમિયાન ત્રણ ટકા પ્રાઇસ બેન્ડ જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રેફરન્સ પ્રાઇસથી એક ટકા કરતાં ઓછા હોય તેને હરાજી દરમિયાન રદ નહીં કરી શકાય અને ફક્ત તેનો ભાવ જ સુધારી શકાશે. કન્ટિન્યુઅસ ટ્રેડિંગ ડેના અંતે પેન્ડિંગ આઇસબર્ગ ઓર્ડર ક્વોન્ટિટીઝને નોર્મલ લિમિટ ઓર્ડરમાં રૂપાંતરિત કરવામાં આવશે. તેની ફુલ ક્વોન્ટિટીની વિગતો CAS ઓર્ડર બૂકમાં નોંધાશે. માર્કેટ રેગ્યુલેટરે 3 ઓગસ્ટ 2026ના રોજ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં શેરો માટે CAS રજૂ કર્યુ હતું. તેના પર 3 ઓક્ટોબર 2026 સુધીમાં ટિપ્પણી મંગાવવામાં આવનારી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM