KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

યુએસ ફેડ રિઝર્વના સંકેતોના પગલે ગોલ્ડ-સિલ્વર ETFમાં ત્રણથી ચાર ટકાનો કડાકો

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ શુક્રવારના ભાવથી ત્રણ ટકા જેટલા ઘટ્યા હતા. સોનાનો ભાવ 0.7 ટકા ઘટીને 4,422.75 ડોલર અને ચાંદીનો ભાવ 0.4 ટકા ઘટીને પ્રતિ ઔંસ 66.12 ડોલર ચાલતો હતો.

desk@kuberanowPublished On : 31 Aug 2026
MCX પર સોનાનો ભાવ 1.14 ટકા ઘટીને પ્રતિ દસ ગ્રામે 1,54,496 પર ચાલતો હતો. જ્યારે ચાંદીના વાયદાનો ભાવ 1.28 ટકા ઘટીને રૂ. 2,39,441 પર ચાલતો હતો.
MCX પર સોનાનો ભાવ 1.14 ટકા ઘટીને પ્રતિ દસ ગ્રામે 1,54,496 પર ચાલતો હતો. જ્યારે ચાંદીના વાયદાનો ભાવ 1.28 ટકા ઘટીને રૂ. 2,39,441 પર ચાલતો હતો.AI Generated Image

નવી દિલ્હીઃ ગોલ્ડ અને સિલ્વર એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)એ 31મી ઓગસ્ટના રોજ ભારે વેચવાલી નોંધાવી છે. યુએસ  ફેડરલ રિઝર્વના વડા કેવિન વાર્શે વ્યાજદરમાં વધારાને સંભાવનામાં વધારો થાય તે સંદર્ભની ટિપ્પણી કરતાં ગોલ્ડ-સિલ્વર ETFમાં ચાર ટકાનો કડાકો બોલ્યો હતો.


ગોલ્ડ ETFમાં પણ 3થી 3.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ICICI પ્રુડેન્સિયલ ગોલ્ડ ETF 3.59 ટકા ઘટીને રૂ. 130.75 પર ચાલતો હતો. જ્યારે SBI ગોલ્ડ ETF 3.50 ટકા વધીને રૂ. 130.30 થયો હતો. નિપ્પોન ઇન્ડિયાનો ETF ગોલ્ડ બીસ 3.48 ટકા ઘટીને રૂ. 126.30 થયો હતો. ટાટા ગોલ્ડ ETF 3.19 ટકા રૂ. 14.87 થયો હતો.


સવારના ટ્રેડિંગ સત્રમાં સિલ્વર ETFએ નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. SBI સિલ્વર ETF 4.05 ટકા ઘટીને રૂ. 226.55 થઈ ગયો હતો. જ્યારે સિલ્વર BeES 4.06 ટકા ઘટીને રૂ. 221.07 થયો હતો. જ્યારે ટાટા સિલ્વર ETF 3.98 ટકા ઘટીને 22.44 રૂપિયા હતો. આ ઉપરાંત ICICI પ્રુડેન્સિયલનો સિલ્વર ETF 3.87 ટકા ઘટીને રૂ. 231.21 થઈ ગયો છે.


યુએસ ફેડ રિઝર્વના વડા વાર્શે ફેડરલ રિઝર્વની વાર્ષિક જેકસ હોલ કોન્ફરન્સમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ફેડ રિઝર્વ ફુગાવાને બે ટકાની અંદર લાવવાના ધ્યેયને લઈને પ્રતિબદ્ધ છે. આના પગલે અમેરિકા તેની મોનેટરી પોલિસી વધુ કડક બનાવે તેવી સંભાવના છે. આના પગલે ફેડ રિઝર્વની સપ્ટેમ્બરની બેઠક પછી દરમાં વધારો થવાની સંભાવના 50 ટકાથી પણ વધી ગઈ છે. ઊંચા વ્યાજદર અને બોન્ડ ઊપજ મુખ્યત્વે નોન-યીલ્ડિંગ એસેટ્સ જેવી કે ગોલ્ડ અને સિલ્વર પર દબાણ સર્જે છે.


આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ શુક્રવારના ભાવથી ત્રણ ટકા જેટલા ઘટ્યા હતા. સોનાનો ભાવ 0.7 ટકા ઘટીને 4,422.75 ડોલર અને ચાંદીનો ભાવ 0.4 ટકા ઘટીને પ્રતિ ઔંસ 66.12 ડોલર ચાલતો હતો. અમેરિકા અને ઇરાન વચ્ચેની તંગદિલી વધવાના પગલે ક્રૂડ ઓઇલ ઊંચે જતાં કીમતી ધાતુના ભાવ ઘટ્યા હતા. અમેરિકન લશ્કરે રવિવારે ઇરાનના રોકેટ લોન્ચરો પર હુમલો કર્યો હતો. તેના પરિણામે ક્રૂડના ભાવમાં વધારો થયો હતો.


સ્થાનિક સ્તરે પણ સોનાચાંદીના ભાવ વૈશ્વિક નરમાઈને અનુસર્યા હતા. MCX પર સોનાનો ભાવ 1.14 ટકા ઘટીને પ્રતિ દસ ગ્રામે 1,54,496 પર ચાલતો હતો. જ્યારે ચાંદીના વાયદાનો ભાવ 1.28 ટકા ઘટીને રૂ. 2,39,441 પર ચાલતો હતો. કીમતી ધાતુના ભાવમાં ઇક્વિટી બજાર કરતાં પણ વધુ ઘટાડો જોવા મળ્યો હતો.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


https://kuberanow.com/

https://www.instagram.com/kuberanow/

Facebook
Loading Facebook content…

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

https://www.youtube.com/@KuberaNow

https://x.com/KuberaNow17430

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM