Telecom Recharge New Rules: TRAIના નવા રિચાર્જના નિયમો, હવે 30 દિવસની વેલિડિટીવાળા પ્લાન આપવા ફરજિયાત
TRAIએ વૉઇસ અને SMS રિચાર્જ માટે નવા નિયમો જાહેર કર્યા. ટેલિકોમ કંપનીઓએ 30 દિવસની વેલિડિટીવાળા પ્લાન આપવા પડશે. માત્ર વૉઇસ અને SMS ઉપયોગ કરતા ગ્રાહકોને વધુ વિકલ્પ મળશે.

ટેલિકોમ ગ્રાહકો માટે રિચાર્જને લઈને મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ વૉઇસ અને માત્ર SMS આધારિત રિચાર્જ પ્લાન માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમોનો હેતુ ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ વધુ રિચાર્જ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાનો છે.
30 દિવસની વેલિડિટીવાળો પ્લાન આપવો પડશે
નવા નિયમો હેઠળ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછો એક એવો પ્લાન ઉપલબ્ધ કરાવવો પડશે, જેમાં 30 દિવસની વેલિડિટી મળશે. જોકે, કંપનીઓ 30 દિવસથી ઓછી અવધિના રિચાર્જ પ્લાન પણ ચાલુ રાખી શકશે. આ ઉપરાંત ગ્રાહકોને દર મહિને એક જ તારીખે રિચાર્જ રિન્યુ કરવાની સુવિધા પણ મળશે, જેથી તેમને વારંવાર અલગ તારીખે રિચાર્જ કરવાની જરૂર નહીં પડે.
માત્ર કોલિંગ અને SMS કરનારા ગ્રાહકોને રાહત
TRAIએ એવા ગ્રાહકો માટે પણ નિયમોમાં ફેરફાર કર્યો છે, જેઓ મોબાઇલ ડેટાનો ઓછો ઉપયોગ કરે છે અને માત્ર કોલિંગ તથા SMS માટે રિચાર્જ કરાવે છે. હવે ટેલિકોમ કંપનીઓએ લાંબા ગાળાના માત્ર વૉઇસ અને SMS આધારિત પ્લાન પણ ઉપલબ્ધ કરાવવા પડશે. આથી ડેટાની જરૂર ન ધરાવતા ગ્રાહકોને વધુ પસંદગી મળશે.
આ પણ વાંચો: Stock Rally: એક સમાચાર અને Transrail Lightingનો શેર બન્યો રોકેટ
બિન-ડેટા પ્લાનમાં પણ મળશે વધુ વિકલ્પ
નવા નિયમો મુજબ ટેલિકોમ કંપનીઓએ હાલના ટેરિફ પ્લાનના વિકલ્પો બિન-ડેટા પ્લાનમાં પણ ઉપલબ્ધ કરાવવા પડશે. TRAIનું માનવું છે કે આ ફેરફારથી ગ્રાહકોને તેમની વપરાશની જરૂરિયાત મુજબ યોગ્ય પ્લાન પસંદ કરવામાં સરળતા રહેશે અને માત્ર ડેટા વગરના રિચાર્જ કરનારા યુઝર્સને પણ વધુ વિકલ્પો મળશે.
આ પણ જુઓ

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

