KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

નાના વેપારીઓને મળશે ટેકો, એમેઝોન પે અને કોટક મહિન્દ્રા બેંકે કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું

વેપારીઓ ખરીદી અનેપ્રો ક્યોરમેન્ટ માટે ડિજિટલ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેમની ટૂંકા ગાળાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે આ કાર્ડ મદદરૂપ બનશે.

desk@kuberanowPublished On : 9 Sept 2026
Amazon Pay, Kotak launch business credit card
Amazon Pay, Kotak launch business credit cardAI Generated Image

મુંબઈ ખાતે આયોજિત 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 દરમિયાન ડિજિટલ પેમેન્ટ્સ અને ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની એમેઝોન પે અને ખાનગી ક્ષેત્રની અગ્રણી કોટક મહિન્દ્રા બેંકે નાના વેપારીઓ અને સોલ પ્રોપ્રાઈટર્સ ધરાવતા ઉદ્યોગસાહસિકોને ધ્યાનમાં રાખીને એક નવું કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે.

 

નાના વેપારીઓની કાર્યકારી મૂડીને મળશે ટેકો


આ નવું 'એમેઝોન પે કોટક બિઝનેસ ક્રેડિટ કાર્ડ' (Amazon Pay Kotak Business Credit Card) એમેઝોન બિઝનેસ પ્લેટફોર્મ પર નોંધાયેલા ગ્રાહકો માટે ઉપલબ્ધ બનશે. વેપારીઓ ખરીદી અનેપ્રો ક્યોરમેન્ટ માટે ડિજિટલ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેમની ટૂંકા ગાળાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે આ કાર્ડ મદદરૂપ બનશે.

 

કયા કયા ફાયદા થશે?

 

કેશબેક ઓફર્સ: એમેઝોન બિઝનેસ પરની ખરીદી તેમજ ફ્લાઇટ અને હોટેલ બુકિંગ પર પ્રાઇમ મેમ્બર્સને 5% અને નોન-પ્રાઇમ મેમ્બર્સને 3% કેશબેક મળશે (કાર્ડની લિમિટ મુજબ માસિક મર્યાદાને આધીન રહેશે). આ ઉપરાંત, એમેઝોન પે મારફતે બિલ પેમેન્ટ અને રિચાર્જ પર 2% અને અન્ય તમામ ખર્ચાઓ પર 1% કેશબેક મળશે.

 

વ્યાજમુક્ત ક્રેડિટ: આ કાર્ડ ધારકોને ખરીદી માટે 48 દિવસ સુધીનો વ્યાજમુક્ત ક્રેડિટ પિરિયડ મળશે, જેનાથી વેપારીઓને ચૂકવણી માટે પૂરતો સમય મળશે.

 

નો-કોસ્ટ EMI: યોગ્ય ખરીદીઓ પર ૩ મહિના સુધીની 'નો કોસ્ટ EMI'ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

 

AWS સેવાઓ પર ઓફર્સ: કાર્ડધારકોને ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા સ્ટોરેજ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી સેવાઓ માટે AWS ક્રેડિટ્સ સંબંધિત ખાસ ઓફર્સ પણ મળશે.

 

ફી અને ડિજિટલ પ્રક્રિયા

 

આ કાર્ડ મેળવવા માટે કોઈ જોઈનિંગ ફી રાખવામાં આવી નથી. જોકે, તેનો વાર્ષિક ચાર્જ ₹499 (ટેક્સ અલગથી ગણવો) રહેશે. જો કાર્ડધારક વર્ષ દરમિયાન એમેઝોન સિવાયના અન્ય પ્લેટફોર્મ્સ પર ₹3 લાખ કે તેથી વધુનો ખર્ચ કરશે, તો આ વાર્ષિક ફી માફ કરવામાં આવશે. એમેઝોન બિઝનેસ મારફતે આ કાર્ડ માટે સંપૂર્ણપણે ડિજિટલ અરજી કરી શકાશે અને યોગ્ય અરજદારોને ગણતરીની મિનિટોમાં જ ક્રેડિટ મંજૂરી આપવાનો નિર્ણય લેવાશે.

 

એમેઝોન બિઝનેસના કુલ ગ્રાહકોમાંથી આશરે 70% હિસ્સો નાના વેપારીઓ અને સોલ પ્રોપ્રાઈટર્સ ધરાવતી પેઢીઓનો છે, જેથી આ કાર્ડ આ વર્ગ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. જોકે, વ્યાજમુક્ત સમયગાળો અને કેશબેકના તમામ લાભો સમયસર ચૂકવણી અને સંબંધિત શરતોને આધીન રહેશે.


આ પણ વાંચો: ભારતમાં 89% રેલવે ટિકિટો ઓનલાઈન બુક, થર્ડ-પાર્ટી પ્લેટફોર્મનો હિસ્સો 28%


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM