KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

મોબાઇલ મેન્યુફેક્ચરિંગ માટે સરકારે જાહેર કરી ₹62,500 કરોડની યોજના

કેન્દ્ર સરકારે FY27થી FY31 સુધી માટે નવી Mobile Phone Manufacturing Scheme લાગુ કરી છે. યોજનામાં પાત્ર વેચાણ પર 2.25%થી 5% સુધી અને સ્થાનિક પાર્ટ્સ ખરીદવા પર વધારાનું 1.5% સુધી પ્રોત્સાહન મળશે.

desk@kuberanowPublished On : 22 Aug 2026
MOBILE
દેશમાં મોબાઇલ ઉત્પાદન વધારવા કેન્દ્રની મેગા સ્કીમAI Generated Image

કેન્દ્ર સરકારે ભારતમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ અને સ્થાનિક સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા ₹62,500 કરોડની Mobile Phone Manufacturing Scheme લાગુ કરી છે. FY2026-27થી FY2030-31 સુધી ચાલનારી આ યોજનામાં ભારતમાં બનેલા મોબાઇલના પાત્ર વેચાણ પર 2.25%થી 5% સુધી નાણાકીય પ્રોત્સાહન મળશે. સ્થાનિક પાર્ટ્સ અને sub-assembliesની ખરીદી માટે કંપનીઓને વધારાનું 1.5% સુધી ઇન્સેન્ટિવ પણ મળી શકે છે.


માત્ર એસેમ્બલી નહીં, સ્થાનિક પાર્ટ્સ પર ભાર

નવી યોજનાનો મુખ્ય હેતુ મોબાઇલ ફોનની એસેમ્બલી સાથે તેના પાર્ટ્સ અને કમ્પોનન્ટનું ઉત્પાદન પણ દેશમાં વધારવાનો છે. કંપનીઓ જરૂરી પાર્ટ્સ અને sub-assemblies ભારતમાંથી ખરીદે તો તેમને વધારાનું પ્રોત્સાહન મળશે. તેનાથી સ્થાનિક સપ્લાયર્સ અને કમ્પોનન્ટ ઉત્પાદકો માટે પણ નવા બિઝનેસ અવસર ઊભા થઈ શકે છે.


₹39 લાખ કરોડ ઉત્પાદનનો લક્ષ્યાંક

સરકારને આશા છે કે યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે ₹39 લાખ કરોડના મોબાઇલ ફોનનું ઉત્પાદન થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આશરે ₹15 લાખ કરોડના મોબાઇલ ફોન નિકાસ કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે.


60,000 સીધી નોકરીઓની અપેક્ષા

યોજનાથી આશરે 60,000 સીધી રોજગારી સર્જાવાની અપેક્ષા છે. સાથે સપ્લાયર, લોજિસ્ટિક્સ, પેકેજિંગ અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં પણ રોજગારીની તકો વધી શકે છે. ભારતીય બ્રાન્ડ્સને પણ પ્રોત્સાહન યોજનામાં ભારતીય મોબાઇલ બ્રાન્ડ્સના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનો હેતુ સ્થાનિક કંપનીઓની બ્રાન્ડ, ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતા વધારી તેમને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે. અગાઉની PLI યોજનાની સરખામણીએ નવી યોજનામાં માત્ર ઉત્પાદન વધારવા કરતાં domestic value addition અને local sourcing પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM