KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

પેટ્રોલ-ડીઝલ ગુજરાત સરકારનો કમાઉ દીકરો, લગભગ 22,000 કરોડની થઈ ધરખમ કમાણી

ગુજરાત સરકારની પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પરની કુલ કમાણીમાં ડીઝલનો 69 ટકા અને પેટ્રોલનો 31 ટકા હિસ્સો છે

desk@kuberanowPublished On : 12 Sept 2026
પેટ્રોલ-ડીઝલ
પેટ્રોલિયમ ઉત્પાદનો રાજ્ય સરકાર માટે આવકનો મહત્વનો સ્ત્રોત બની રહ્યા છે. વાહનોની સંખ્યા વધવાના લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો થતાં અને પરિવહન ક્ષેત્રના વિસ્તરણના કારણે પેટ્રોલ-ડીઝલની માંગમાં વધારો થયો છે, જેના લીધે ટેક્સની આવકમાં વધારો થયો છે.AI GENERATED IMAGE

Gandhinagar News: ગુજરાત સરકાર માટે પેટ્રોલ-ડીઝલ કમાઉ દીકરો સાબિત થયા છે. રાજ્ય સરકારને 2025-26ના નાણાકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાંથી લગભગ 22,000 કરોડ રૂપિયાની ધરખમ કમાણી થઈ છે. રાજ્ય સરકારને પેટ્રોલ-ડીઝલ પર જીએસટી, વેટ અને સેસ પેટે આ જંગી કમાણી થઈ છે.


પેટ્રોલની કમાણીનો 31 ટકા હિસ્સો

ગુજરાતમાં પેટ્રોલ પર 13.7 ટકા, ડીઝલ પર 14.9 ટકા અને વેટ ઉપરાંત ચાર ટકા સેસ લેવામાં આવે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન રાજ્ય સરકારના પેટ્રોલ પરના વેટ પેટે રૂ. 4,423 કરોડ રૂપિયા મળ્યા હતા. પેટ્રોલ પર સીએસટી પેટે રૂ. 1,040 કરોડ અને સેસમાંથી રૂ. 1,348 કરોડની આવક થઈ હતી. પેટ્રોલ મારફતે સરકારને રૂ. 6,811 કરોડની કુલ આવક થઈ હતી.


ડીઝલની કમાણીનો 69 ટકા હિસ્સો

રાજ્ય સરકાર માટે પેટ્રોલ ઉપરાંત ડીઝલ પણ આવકનો મુખ્ય સ્ત્રોત સાબિત થઈ રહ્યુ છે. ડીઝલ પરના વેટમાંથી રાજ્ય સરકારને રૂ. 8,675 કરોડ, સીએસટીમાંથી રૂ. 2,427 કરોડ અને સેસમાંથી રૂ. 3,099 કરોડની આવક થઈ હતી. સરકારની કુલ આવકમાં ડીઝલનો હિસ્સો 69.10 ટકા અને પેટ્રોલનો હિસ્સો 30.90 ટકા જેટલો રહ્યો છે. આ આંકડાઓ મુજબ ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાંથી રોજની 60.25 કરોડ રૂપિયાની કમાણી થાય છે.


ગેસ સિલિન્ડરમાંથી આવક

ગુજરાતમાં લગભગ એક કરોડ જેટલા એલપીજી જોડાણ છે. તેમા 82.75 લાખ સામાન્ય જોડાણ અને બાકીના ઉજ્જવલા જોડાણ છે. તેમા એક સિલિન્ડર પર રાજ્ય સરકારને 23 કરોડ રૂપિયાની આવક થાય છે. આ ગણતરી મુજબ 2025-26માં રાજ્ય સરકારે રૂ.1500 કરોડની આવક થઈ હોવાનું માનવામાં આવે છે.


PNGમાંથી આવક

ગુજરાતમાં પીએનજી જોડાણની સંખ્યા 2025-26ના અંતે 37 લાખની હતી. તેમા પ્રતિ જોડાણ દીઠ પાંચ ટકાના ટેક્સ પેટે રાજ્ય સરકારને રૂ. 166 કરોડની આવક થઈ હોવાનું કહેવામાં આવે છે. આમ રાજ્ય સરકાર એલપીજી પછી પીએનજીમાં પણ કમાણી કરી રહી છે.

આમ પેટ્રોલિયમ ઉત્પાદનો રાજ્ય સરકાર માટે આવકનો મહત્વનો સ્ત્રોત બની રહ્યા છે. વાહનોની સંખ્યા વધવાના લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો થતાં અને પરિવહન ક્ષેત્રના વિસ્તરણના કારણે પેટ્રોલ-ડીઝલની માંગમાં વધારો થયો છે, જેના લીધે ટેક્સની આવકમાં વધારો થયો છે.

આના કારણે રાજ્ય સરકારને જંગી આવક થતાં આગામી દિવસોમાં તેનો ઉપયોગ રાજ્યમાં વધુને વધુ પ્રમાણમાં વિકાસલક્ષી યોજનાઓમાં અને સામાજિક કલ્યાણના કાર્યક્રમોમાં કરવામાં આવી શકશે તેમ માનવામાં આવે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM