KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વરસાદની ખેંચ અને નીચા રિકવરી રેટથી મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 20% ઘટશે: WISMA

વિસ્માના ચેરમેન ભૈરવનાથ થોમ્બ્રેએ જણાવ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્ર ખેંચ રહી હોવાથી શેરડી સહિતના વિવિધ પાકની નિપજ ઉપર વિપરીત અસર પડી છે.

desk@kuberanowPublished On : 22 Sept 2026
Low Sugar Production
Low Sugar ProductionAI Generated Image

અલ નિનો (El Ninos)ની અસર અને વરસાદની ખેંચ ઉપરાંત ખાંડનો રિકવરી ટેર ઘટવાના કારણે મહારાષ્ટ્રમાં આગામી સિઝનમાં ખાંડનું ઉત્પાદન આશરે 20 ટકા ઘટવાની ભીતિ હોવાનું વેસ્ટ ઇન્ડિયા શુગર મિલ્સ એસોસિએશન (વિસ્મા) એ જણાવ્યું છે.

 

વિસ્મા (WISMA)ના ચેરમેન ભૈરવનાથ થોમ્બ્રેએ જણાવ્યું હતું કે આ વર્ષે મહારાષ્ટ્રમાં વરસાદની તીવ્ર ખેંચ રહી હોવાથી શેરડી સહિતના વિવિધ પાકની નિપજ ઉપર વિપરીત અસર પડી છે. જેના કારણે આગામી સિઝનમાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 20 ટકા જેટલું ઘટીને 80 લાખ ટન રહેવાની ધારણા છે. ખાંડના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા મહારાષ્ટ્રમાં ગત સિઝનમાં 99 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. તેમણે ઉમેર્યુ હતું કે શેરડીના વાવેતર વિસ્તાર તો સારા હોવાના અહેવાલ છે. પરંતુ એકર દીઠ પાકના ઉતારા ઘટવાની ચિંતા છે. કારણ કે નિપજમાં  વર્ષે 30 થી 40 ટકા ઘટાડો હોવાના અહેવાલ છે. આવા સંજોગોમાં તમામ શેરડી  ખાંડ માટે ક્રશીંગ થાય તે જરૂરી બનશે. બાકી હોય તો ખાંડની મિલોમાં પણ આ વખતે પાણીની તંગી છે. તેથી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં મિલોને પણ દુષ્કાળનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે. ઘણાં વિસ્તારોમાં તો સરકારને પીવા માટે પાણી સાચવી રાખવું પડે તેવી સ્થિતિ છે. હાલમાં ખાંડના ભાવ સંતોષજનક છે જે દિવાળી સુધી રહેવાની ધારણા છે. આવા સંજોગોમાં ખાંડનો રિકવરી રેટ ઘટે તો થનારા નુકસાન સામે ઉંચા ભાવ એક ટેકો બની રહેશે.  આ ઉપરાંત સરકારે પણ ક્વોટા ઇશ્યુ કરવાને બદલે ખાંડને સીધી બજારમાં વેચવા માટેની પરવાનગી આપી છે. તેમણે ખાંડની સિઝન 15 મી ઓક્ટોબરથી એટલે કે વહેલી શરૂ કરવાના સરકારના નિર્ણયને પણ આવકાર્યો હતો.

 

હાલમાં મરાઠાવાડા, વિદર્ભ, સોલાપુર, તથા અહિલ્યાનગરમાં શેરડીના પાક લેતા વિસ્તારોમાં 45 દિવસથી વરસાદ ન હોવાથી શેરડીનો ઉભો પાક સુકાઇ રહ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આવા સંજોગોમાં શેરડીને વહેલી તકે કારખાનામાં મોકલવાથી ખેડૂતોને થોડું વળતર મળશે, નહીંતર પાક ખેતરમાં જ સુકાઇ જશે એવી ભલામણ તેમણે કરી હતી.


આ પણ વાંચો: Castor Export: માલ ખેંચ, નિકાસની માગ અને વાવેતરમાં ઘટાડાથી એરંડામાં વણથંભી તેજી


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM