KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વ્યાજદરમાં વધારા છતાં સોનામાં આવી તેજી, શું છે કારણ?

વ્યાજદરમાં વધારો સોના માટે નેગેટીવ હોવાની માન્યતા ખોટી પડી, મોંઘવારી અને ડોલર વચ્ચે સોનાના ભાવનું કનેક્શન સમજો

desk@kuberanowPublished On : 20 Sept 2026
Gold Fed Rate Hike
AI Generated Image

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વ નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં વધારો કરશે, જેને પગલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ બજારની આ અપેક્ષા આંશિક રીતે જ સાચી પડી. ફેડ રિઝર્વે 16 સપ્ટેમ્બરે લગભગ ત્રણ વર્ષ પછી વ્યાજદરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો અને ફેડ રેટને 3.75 ટકાથી વધારીને 4 ટકા કર્યા હતા. જોકે, ફેડ રિઝર્વના આ પગલાં છતાં સોનામાં તેજી જોવા મળી. વ્યાજદર વધવાથી સોનું નબળું થાય છે તેવી એક સામાન્ય માન્યતા હાલના સમયમાં ખોટી પડી હતી.


રેટ હાઈક સાઈકલના વિશ્લેષણમાં સોનાનો મજબૂત દેખાવ

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાને નવી રેટ હાઈક સાઈકલ તરીકે જોવામાં આવે છે. સામાન્ય રીતે વ્યાજદર વધવાને સોના માટે નેગેટિવ માનવામાં આવે છે, કારણ કે વધુ વ્યાજ મળવાથી રોકાણકારો માટે વ્યાજ વિનાની સોનાની સરખામણીમાં બોન્ડ અને ડોલર વધુ આકર્ષક બને છે. જોકે, આ વખતે ફેડ રિઝર્વે વ્યાજ વધારવા છતાં સોનામાં નરમાઈ આવવાના બદલે તેજી ચાલુ રહી છે. જોકે, ઈતિહાસમાં નજર કરીએ તો આ બાબતથી કોઈ આશ્ચર્ય થશે નહીં. છેલ્લા ચાર દાયકાના આંકડા પર નજર કરીએ તો ખ્યા આવે છે કે ફેડ રિઝર્વ દ્વારા પહેલી વખત વ્યાજદરમાં વધારો કરાયા પછી સોનાએ અનેક વખત સારો દેખાવ કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની પાછળ ચાર રેટ હાઈક સાઈકલના વિશ્લેષણમાં પણ પહેલા વધારા પછી સોનાનો દેખાવ મજબૂત રહ્યો છે.


ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વધારો કર્યો છે, જેને હાલના તબક્કે નવી રેટ હાઈક સાઈકલ માનવી થોડું વહેલું ગણાશે. સામાન્ય રીતે સેન્ટ્રલ બેન્ક દ્વારા બેથી ત્રણ વખત વ્યાજદરમાં વધારો કરવામાં આવે ત્યારે તેને રેટ હાઈક સાઈકલ કહી શકાય. ફેડના નવા ડોટ પ્લોટમાં 2026માં એક અને 2027માં એક રેટ હાઈકના સંકેત મળે છે, પરંતુ મોંઘવારી, રોજગાર અને આર્થિક આંકડાઓ પર જ આગામી હિલચાલ નક્કી થઈ શકશે.


પહેલી રેટ હાઈક બાદ સોનાનો ઈતિહાસ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે 1994, 1999, 2004 અને 2015થી શરૂ થયેલા પાછલા ચાર ફેડ ટાઈટનિંગ સાઈકલનો અભ્યાસ કર્યો. તેમાં જણાયું કે રેટ હાઈક પહેલા સોનું નબળું રહ્યું, પરંતુ વ્યાજ દરમાં પહેલા વધારા પછી પહેલા છ મહિના અને એક વર્ષમાં મધ્યમ રિટર્ન પોઝિટિવ રહ્યું. પહેલા રેટ હાઈકથી છ મહિના પહેલા મીડિયન રિટર્ન અંદાજે 7 ટકા હતું, જે છ મહિના પછી અંદાજે 11 ટકા અને એક વર્ષ પછી અંદાજે 7 ટકા રહ્યું.


1994માં ફેડરલ રિઝર્વે ફેબ્રુઆરીમાં અંદાજે 3 ટકાના દરે વધારો શરૂ કર્યો હતો અને ફેબ્રુઆરી 1995 સુધી ફેડ ફંડ્સના રેટ અંદાજે 6 ટકા સુધી પહોંચી ગયા હતા. આ તિવ્ર ટાઈટનિંગ સાઈકલ હતી. આ સમયમાં સોનાનો દેખાવ નબળો રહ્યો હતો.


2004માં વ્યાજદરમાં વધારા વચ્ચે સોનાના ભાવ પણ વધ્યા

જોકે, જૂન 2004માં ફેડરલ રિઝર્વે અંદાજે 1 ટકા રેટ હાઈકની શરૂઆત કરી, જે 2006 સુધી 5.25 ટકાએ પહોંચી ગઈ. આસમયમાં 17 વખત વ્યાજદરમાં વધારો થયો અને કુલ વધારો 425 બેસીસ પોઈન્ટ રહ્યો. આમ છતાં આ સમયમાં સોનાના ભાવમાં અંદાજે 49 ટકાનો ઊછાળો નોંધાયો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે માત્ર વ્યાજદર વધાથી જ સોનાના ભાવમાં ઘટાડો આવવાની ખાતરી મળતી નથી.


સોના પર વ્યાજદરની અસર મોંઘવારી અને રિયલ રિટર્ન સાથે પણ સંકળાયેલી છે. જેમ કે, બોન્ડથી 5 ટકા વળતર મળી રહ્યું છે અને મોંઘવારી દર 6 ટકા છે તો વાસ્તવિક રિટર્ન નેગેટિવ રહેશે. એવી સ્થિતિમાં મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતા વિરુદ્ધ હેજ તરીકે સોનું વધુ આકર્ષક રહી શકે છે.


2013માં સોનામાં ટ્રેન્ડ બદલાયો

જોકે, રેટ હાઈક સાઈકલમાં સોનાનો ટ્રેન્ડ એક સમાન નથી રહ્યો. 2013ના ટેપર ટૈંટ્રમમાં ફેડ રિઝર્વે નાણાકીય સપોર્ટ ઘટાડવાના સંકેત આપ્યા પછી સોનાના ભાવ પ્રતિ ઔંસ અંદાજે 1,700 ડોલર ઘટીને 1,200 ડોલરથી નીચે આવી ગયો હતો. એટલે કે સોનાના ભાવ પર વ્યાજદર સાથે ડોલર, બોન્ડ યીલ્ડ, મોંઘવારી અને બજારની આશાઓની પણ અસર પડે છે.


2022માં તૂટી જૂની ફોર્મ્યુલા

વર્ષ 2022માં ફેડરલ રિઝર્વે માર્ચથી જુલાઈ 2023 સુધી વ્યાજદર વધાર્યા અને ફેડ ફંડ્સ રેટ અંદાજે શૂન્ય ટકાથી વધારીને 5 ટકાથી ઉપર પહોંચી ગયો. આ સમયમાં અમેરિકામાં સીપીઆઈ મોંઘવારી જૂન 2022માં 9.1 ટકા સુધી પહોંચી ગઈ. ઊંચી મોંઘવારીએ રિયલ રિટર્ન પર દબાણ જાળવી રાખ્યું અને બજાર વધુ રેટ કટની આશા કરવા લાગ્યું હતું. આ કારણે વ્યાજદરમાં કાપ મૂકાય તે પહેલા જ સોનામાં તેજી શરૂ થઈ ગઈ હતી.


2023થી 2025 સુધી જોરદાર તેજી

વ્યાજદરોના દબાણ છતાં સોનાએ મજબૂત દેખાવ કર્યો હતો. બજાર વિશ્લેષણ મુજબ ગોલ્ડ પ્રાઈસ 2023માં અંદાજે 13 ટકા, 2024માં અંદાજે 25 ટકા અને 2025માં અંદાજે 65 ટકા વધ્યો. આ તેજીમાં માત્ર ફેડ નીતિ જ નહીં, પરંતુ મોંઘવારી, ડોલર, ભૂ-રાજકીય તણાવ અને સેન્ટ્રલ બેન્કની ખરીદારીએ પણ યોગદાન રહ્યું.


ભૂ-રાજકીય ઘટનાક્રમોએ સોનાની માગને સપોર્ટ કર્યો

છેલ્લા કેટલાક વર્ષોમાં સેન્ટ્રલ બેન્કોએ સતત 1,000 ટનથી વધુ સોનાની ખરીદી કરી. રશિયા-યુક્રેન યુદ્ધ, ચીન-તાઈવાન તણાવ અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ જેવા ભૂ-રાજકીય ઘટનાક્રમોએ પણ સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માગને સપોર્ટ કર્યો.


ફેડ રિઝર્વના રેટ હાઈક પછી ભારતીય બજારમાં સોનામાં મજબૂતી જોવા મળી. 16 સપ્ટેમ્બરે MCX સ્પોટ ગોલ્ડ પ્રતિ 10 ગ્રામ અંદાજે 1,51,940 રૂપિયાએ પહોંચી ગયો. એટલે કે અમેરિકન વ્યાજદરમાં વધારા છતાં ઘરેલુ બજારમાં સોના પર દબાણના બદલે મજબૂતી જોવા મળી હતી.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM