KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

તહેવારો પહેલાં સારા સમાચાર : ખાદ્ય તેલોના ભાવમાં વધારો નહીં થાય

આગામી તહેવારોની મોસમ પહેલા સરકારે ક્રૂડ પામ ઓઈલ અને ક્રૂડ સોયા ઓઈલ પર બેસિક ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધી

desk@kuberanowPublished On : 24 Sept 2026
Edibal Oil
AI Generated Image

નવી દિલ્હી : દેશમાં મોંઘવારી આસમાને છે, દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે તહેવારોની સિઝન પહેલાં લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાદ્ય તેલોના ભાવમાં વધારો રોકવા માટે સરકારે ક્રૂડ અને રિફાઈન્ડ ખાવાના તેલ પર આયાત ડ્યુટી ઘટાડી દીધી છે. છેલ્લા એક વર્ષમાં ઘરેલુ ખાદ્ય તેલોના ભાવમાં લગભગ 20 ટકા વધારો થયો છે. આવા સમયે નવેમ્બર સુધી ચાલનારી તહેવારોની મોસમમાં ખાદ્ય તેલોના ભાવમાં વધુ ઉછાળો રોકવા માટે સરકારે આયાતડ્યુટીમાં ઘટાડો કર્યો છે. દેશભરમાં શુક્રવારે અનંતચતુર્દશીની ઊજવણી સાથે ગણેશોત્સવ પૂરો થશે. ત્યાર પછી નવરાત્રી, દશેરા તથા દિવાળીના તહેવારોની ઊજવણી માટે લોકો ભરપૂર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમયમાં મીઠાઈઓ, સ્નેક્સ અને તળેલા નાસ્તાની માગમાં તિવ્ર વધારો થાય છે. પરિણામે ખાદ્ય તેલોનો વપરાશ વધી જાય છે. હવે આયાત ખર્ચ ઘટવાથી ખાદ્ય તેલોના ઘરેલુ ભાવ ઘટી શકે છે અને તહેવારની મોસમમાં ગ્રાહકો માટે ખાદ્ય તેલોની ખરીદી સરળ બની શકે છે.


સરકારે કાચા પામ ઓઈલ અને કાચા સોયા ઓઈલ પર બેસિક ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધી છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ અને સોશિયલ વેલ્ફેર સરચાર્જ ઉમેર્યા પછી બંને કાચા તેલો પર કુલ ઈમ્પોર્ટ ડ્યુટી 16.5 ટકાથી ઘટીને 11 ટકા થઈ જશે. આ કાપથી રિફાઈનર્સ માટે લેન્ડેડ કોસ્ટ એટલે કે તેલને દેશમાં લાવવા અને પ્રોસેસ કરવાનો કુલ ખર્ચ ઘટી જશે તથા ઘરેલુ ખાવાના તેલના બજારને થોડી રાહત મળવાની આશા છે.


સૂરજમુખી તેલ પર સૌથી વધુ ડ્યૂટી કાપ

સૂરજમુખી તેલ પર સૌથી વધુ ડ્યુટી કાપ મૂકાયો છે. કાચા સૂરજમુખી તેલ પર બેસિક ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવાઈ છે જ્યારે રિફાઈન્ડ સૂરજમુખી તેલ પર ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 22.5 થઈ ગઈ છે. તેલ પર લાગુ થતા વધારાના ટેક્સ સાથે કાચા સૂરજમુખી તેલ પર કુલ 5.5 ટકા ડ્યૂટી લાગશે, જ્યારે અગાઉ તે 16.5 ટકા હતી. આ પહેલા જૂન 2025માં પણ સરકારે સૂરજમુખી,સોયાબીન અને પામ જેવા અગ્રણી કાચા તેલો પર ઈમ્પોર્ટ ડ્યુટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી હતી.


ભારત પોતાની વાર્ષિક ખાદ્ય તેલોની કુલ જરૂરિયાતના 58 ટકાથી વધુ હિસ્સો આયાત કરે છે. દેશમાં દર વર્ષે અંદાજે 1.6 કરોડ ટન તેલની આયાત થાય છે, જેમાં મુખ્યરૂપે પામ, સોયાબીન અને સૂરજમુખી તેલનો સમાવેશ થાય છે. તેથી ઘરેલુ બજાર માટે વૈશ્વિક કિંમતો અને આયાત નીતિઓ મહત્વપૂર્ણ છે. વૈશ્વિક સ્તર પર માલભાડું (ફ્રેટ) અને વીમા ખર્ચમાં વૃદ્ધિ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને ઈન્ડોનેશિયા જેવા નિકાસકાર દેશો દ્વારા ખાદ્ય તેલોના ઉપયોગ બાયોફ્યુઅલ (જૈવ ઈંધણ) માટે કરવામાં આવતા દુનિયાભરમાં તેલના ભાવ પર અસર પડી છે.


ઘરેલુ બજારમાં ખાદ્ય તેલોની રીટેલ કિંમતો પહેલાથી જ ગયા વર્ષના સ્તરને પાર કરી ચુકી છે. ગ્રાહક બાબતોના વિભાગના મૂલ્ય નિરીક્ષણ સેલ મુજબ બુધવારે સરસવ, સોયાબીન અને પામ તેલની સરેરાશ રિટેલ કિંમત ક્રમશઃ રૂ. 202.87, રૂ.166.87 અને 153.89 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં આ ત્રણેય તેલોના ભાવ ક્રમશઃ 8 ટકા, 14 ટકા અને 16 ટકા વધુ મોંઘા છે.


તહેવારોની સિઝનમાં બદલાશે વપરાશની પેટર્ન

સૂરજમુખી તેલ પર ડ્યૂટીમાં મોટા કાપથી રિફાઈનરો વચ્ચે તેની કિંમતમાં પ્રતિસ્પર્ધાત્મક્તા વધુ સારી હોઈ શકે છે અને વધુ આયાતને પ્રોત્સાહન મળી શકે છે. તેનાથી પામ તેલ અને સોયાબીન તેલની કેટલીક માગ સૂરજમુખી તેલ તરફ વળી શકે છે, જેનાથી આગામી તહેવારની સિઝન દરમિયાન ઘરેલુ વપરાશની પેટર્ન પર અસર પડી શકે છે. આયાત ડ્યુટી ઘટવાથી ખાદ્ય તેલોનો ખર્ચ ઘટી શકે છે, તહેવારોની મોસમમાં વપરાશને પ્રોત્સાહન મળશે તથા ભારતના આયત પર નિર્ભર વનસ્પતિ તેલ બજારમાં સૂરજમુખી તેલની સ્પર્ધાત્મક્તા વધવાની આશા છે. પામ તેલ, સોયાબીન તેલ અને સૂરજમુખી તેલ મુખ્યરૂપે આયાત કરવામાં આવતા ખાદ્યતેલ છે, જેમનો પૂરવઠો મુખ્યરૂપે મલેશિયા, ઈન્ડોનેશિયા, આર્જેન્ટિના,રશિયા અને યુક્રેનથી થાય છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM