KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમેરિકા-ઈરાન યુદ્ધમાં શાંતિ વાટાઘાટોની આશાએ ક્રૂડ ઓઈલના ભાવ એક સપ્તાહના તળીયે

બ્રેન્ટ ક્રૂડ વાયદો 101.71 ડોલર અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ સપ્ટેમ્બર 10 પછીના તળીયે પહોંચ્યા

desk@kuberanowPublished On : 21 Sept 2026
Crude Oil Price 21
AI Generated Image

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત શાંતિ વાટાઘાટોની અપેક્ષાએ સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ એક સપ્તાહથી વધુ સમયના તળીયે પહોંચ્યા છે. આ સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રની બેઠક તેમજ ઈરાને સાત શરતો સાથે શાંતિ વાટાઘાટોની ઓફર કરતાં પશ્ચિમ એશિયામાં બંને પક્ષો વચ્ચે ફરીથી વાટાઘાટો શરૂ થવાની સંભાવના છે. વધુમાં યમનના હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ છતાં સાઉદી અરબમાંથી શિપમેન્ટ્સ આંશિક રીતે ફરી શરૂ થવા પર રોકાણકારોની નજર છે.


બ્રેન્ટ ક્રૂડ વાયદો અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ સોમવારે સપ્ટેમ્બર 10 પછીના તળીયે પહોંચ્યા હતા. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 101.71 ડોલરે પહોંચ્યો હતો, જે 2.08 ટકા અથવા 2.16 ડોલરનો ઘટાડો દર્શાવે છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ક્રૂડ 2.15 ડોલર અથવા 2.14 ટકા ગગડીને પ્રતિ બેરલ 98.15 ડોલરે પહોંચ્યો છે,જે અગાઉના સત્રમાં 1.58 ટકા ઘટ્યો હતો.


સાઉદી કાર્ગોએ સપ્લાય ખોરવાઈ જવાનો ડર હળવો કરતાં ઓળીના ભાવ ઘટ્યા

ડબલ્યુટીઆઈએ સોમવારે પ્રતિ બેરલ 100 ડોલરની મહત્વની માનસિક સપાટી તોડી હતી. કેટલાક રોકાણકારોએ નવેમ્બર એક્સપાયરીના એક દિવસ પહેલા જ ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં તેમની પોઝિશન્સ રોલઓવર કરી હોઈ શકે છે. પશ્ચિમ એશિયા તણાવ વચ્ચે ઈરાન અને અણેરિકાએ રવિવારે શાંતિ વાટાઘાટો માટે નવી શરતો રજૂ કરી હતી. આ સિવાય ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની જનરલ બેઠક માટે આ સપ્તાહે ન્યૂયોર્કમાં હશે તે સમયે તેમની સાથે મુલાકાત કરવા અંગે તેઓ મુક્ત વિચાર ધરાવે છે તેવી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ટીપ્પણીથી બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ફરી શરૂ થવાની આશા ઊભી થઈ છે. ઈરાને પશ્ચિમ એશિયામાં યુદ્ધનો અંત લાવવા ફરી વાટાઘાટો માટે મધ્યસ્થીઓ કતાર અને પાકિસ્તાન મારફત અમેરિકાને સંદેશો મોકલાવ્યો છે તેમ ઈરાનના સુરક્ષા વડા મોહસેન રેઝાઈને ટાંકીને અલ જઝિરાના અહેવાલમાં જણાવાયું હતું.


સાઉદી અરબ પર હુથી બળવાખોરોના હુમલાથી સ્થિતિ તણાવપૂર્ણ

જોકે, યમનમાં ઈરાન સમર્થિત હૂથી બળવાખોરોએ સાઉદી અરબની રાજધાની રિયાધના સંવેદનશિલ વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હોવાનો દાવો કરતાં પશ્ચિમ એશિયામાં સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી. આ સાથે હુથી બળવાખોરોએ સાઉદી અરબ માટે મહત્વના ઓઈલ નિકાસ હબ યાનબુમાં અરામકો સુવિધા પર પણ હુમલા ચાલુ રાખ્યા છે.


હુથી બળવાખોરો સામે લડતા સાઉદી અરબે પાકિસ્તાન, અમેરિકા, ઈઝરાયેલ પછી હવે ચીન પાસે પણ મદદ માગી છે. ચીને હુથી બળવાખોરો પર નિયંત્રણ રાખવા ઈરાનને વિનંતી કરી હોવાના અહેવાલો છે. સાઉદી અરામકોની પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન પર હુથીના હુમલાના પગલે સરકારી એનર્જી કંપનીએ આ મહિને હોર્મુઝની ખાડી મારફત નિકાસ વધારવાની ફરજ પડી હતી.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM