KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

TCSનો ₹70,000 કરોડનો AI મેગા પ્રોજેક્ટ, 264 એકરમાં સ્થાપશે ડેટા સેન્ટર કેમ્પસ

Tata Consultancy Servicesની પેટાકંપની HyperVaultએ હૈદરાબાદમાં વિશાળ AI ડેટા સેન્ટર કેમ્પસ બનાવવા માટે 264 એકર જમીન મેળવી છે. 1 ગીગાવોટ સુધીની ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટમાં HyperVault અને તેના ભાગીદારો તબક્કાવાર ₹70,000 કરોડ સુધીનું રોકાણ કરશે.

desk@kuberanowPublished On : 14 Sept 2026
AI Data Centre
AI Data CentreAI Generated Image

Tata Consultancy Services એટલે કે TCSની પેટાકંપની HyperVaultએ હૈદરાબાદમાં મોટા પાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર કેમ્પસ સ્થાપવાની જાહેરાત કરી છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતી અનુસાર, આ કેમ્પસ માટે 264 એકર જમીન મેળવવામાં આવી છે અને તેની કુલ ક્ષમતા 1 ગીગાવોટ સુધીની હશે.

 

HyperVault અને તેના ભાગીદારો કેમ્પસના બાંધકામ અને સંચાલન માટે ₹70,000 કરોડ સુધીનું રોકાણ કરશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, પ્રોજેક્ટને એકસાથે તૈયાર કરવાને બદલે ગ્રાહકોની માગ અને બદલાતી ટેક્નોલોજીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તબક્કાવાર વિકસાવવામાં આવશે.

 

આ પ્રોજેક્ટથી ડેટા સેન્ટર, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ અને અન્ય સહાયક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે હજારો રોજગારીની તકો ઊભી થવાની ધારણા છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ આ પ્રોજેક્ટને રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક ગણાવ્યો છે. આ રોકાણથી હૈદરાબાદને વૈશ્વિક AI ક્રાંતિના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે. AI મોડલ અને કમ્પ્યુટિંગ ક્ષમતા હવે મહત્વપૂર્ણ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ બની રહ્યાં હોવાથી સ્થાનિક સ્તરે આવી સુવિધા હોવાનો તેલંગાણાને લાભ મળશે.

 

કંપની કેમ્પસના નિર્માણમાં ગ્રીન એનર્જી અને વોટર-ન્યૂટ્રલ ડિઝાઇનના સિદ્ધાંતો અપનાવશે. કંપનીનાં ટોચના અધિકારીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ કંપનીની ‘Infrastructure-to-Intelligence’ વ્યૂહરચનાને આગળ વધારશે. તેના હેઠળ AI માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને TCSની ક્લાઉડ, AI અને એન્ટરપ્રાઇઝ ક્ષમતાઓ સાથે જોડવામાં આવશે.


આ પણ વાંચો: Crude Oil: હોર્મુઝમાં જહાજ પર હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડ $107ને પાર


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM