KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય કંપનીઓએ વિદેશમાં નાંખ્યા 3.8 અબજ ડોલર

ઓગસ્ટમાં ભારતીય કંપનીઓનું વિદેશમાં રોકાણ એક વર્ષ પહેલાં કરતાં 23.3 ટકા વધ્યું, પરંતુ જુલાઈની સરખામણીમાં ઘટાડો નોંધાયો

desk@kuberanowPublished On : 19 Sept 2026
Indian Companies
AI Generated Image

મુંબઈ : ભારત આજે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. હવે ભારતીય કંપનીઓ પણ વિદેશમાં રોકાણ કરતી થઈ છે એટલું જ નહીં ભારતીય રોકાણકારોએ પણ વિદેશમાં રોકાણ શરૂ કર્યું છે. ઓગસ્ટ 2026માં ભારતનું વિદેશમાં કરાયેલું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) વાર્ષિક ધોરણે 23.3 ટકા વધીને 3.8 અબજ ડોલર રહ્યું હતું. જોકે, ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના આંકડા મુજબ જુલાઈ 2026ના 5.77 અબજ ડોલરની સરખામણીમાં તેમાં ઘટાડો નોંધાયો છે.


નાણાકીય કટિબદ્ધતાના રૂપમાં વિદેશમાં કરાતું આ રોકાણ ઈક્વિટી, ડેટ અને ગેરેન્ટીના રૂપમાં થાય છે. ઓગસ્ટમાં આઉટબાઉન્ડ ઈક્વિટી એફડીઆઈ એક વર્ષ પહેલાના 1.06 અબજ ડોલરની સરખામણીમાં વધીને 1.14 અબજ ડોલર થઈ ગયું. તે જુલાઈ 2026ના 2.06 અબજ ડોલરથી ઓછું છે. આ સમયમાં ડેટ જુલાઈ 2026માં ઘટીને 46.4 કરોડ ડોલર રહી ગયું, જે 2025માં સમાન મહિનામાં 84.5 કરોડ ડોલરથી ઓછું છે.તે માર્ચ 2026ના 87.89 કરોડ ડોલરથી પણ ઓછું છે. વિદેશી એકમો માટે ગેરેન્ટી ઓગસ્ટમાં વધીને 2.23 અબજ ડોલર થઈ ગઈ, જે એક વર્ષ પહેલાં સમાન મહિનામાં 1.2 અબજ ડોલર હતી. જોકે, તે જુલાઈ 2026ના 2.8 અબજ ડોલરથી ઓછી છે.


આંકડા મુજબ સોલર ઈન્ડસ્ટ્રીઝે મોરેશિયસ સ્થિત તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની માટે 79.5 કરોડ ડોલરની ગેરેન્ટ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. જિંદલ પાવરે તેની મોરેશિય સ્થિત પૂર્ણ માલિકીની સહાયક કંપની માટે 51.4 કરોડ ડોલરની ગેરેન્ટી અને 74 લાખ ડોલરનું ડેટ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.


ટાટા કમ્યુનિકેશન્સે નેધરલેન્ડ્સ સ્થિત તેની પૂર્ણ માલિકીવાળી સહાયક કંપની માટે 28.875 કરોડ ડોલરની ગેરેન્ટી આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. કેઈસી ઈન્ટરનેશનલે સાઉદી અરબ સ્થિત તેના સંયુક્ત ઉદ્યોગ માટે 8.17 કરોડ ડોલરની ગેરેન્ટી આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ભારત પેટ્રોરિસોર્સિસે નેધરલેન્ડ્સમાં તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની માટે 25 કરોડ ડોલરની ઈક્વિટી અને 15.45 કરોડ ડોલરની ગેરેન્ટી આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. સિંધુ ટ્રેડ લિંક્સે સિંગાપોર સ્થિત તેની એડવેન્ટ કોલ રિસોર્સિસ માટે 7.239 કરોડ ડોલરની ઈક્વિટી આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.


નજારા ટેક્નોલોજીસે બ્રિટન સ્થિત તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની માટે 3.38 કરોડ ડોલરની ઈક્વિટી અને 5.74 કરોડ ડોલરનું ડેટ આપવાની ગેરેન્ટી આપી છે. ઈનમોબી કન્ઝ્યુમર પ્લેટફોર્મે સિંગાપોર સ્થિત તેની સહાયક કંપની માટે 1.601 કરોડ ડોલરની ઈક્વિટી આપવાની ગેરેન્ટી આપી છે. હાઈપરસોફ્ટ ટેક્નોલજીએ સિંગાપોર સ્થિત તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની માટે 2.18 કરોડ ડોલરની ઈક્વિટી આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. કેમકો પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝે પણ બહરીન સ્થિત તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની માટે 4.349 કરોડ ડોલરની ઈક્વિટી આપવાની કટિબદ્ધથા વ્યક્ત કરી છે. ઓએનજીસી વિદેશે વર્જિન સ્થિત તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની માટે 2.013 કરોડ ડોલરનું દેવું આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM