KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ટિયર-2 શહેરોમાં Flipkart Minutesએ 25 ગણો વેપાર નોંધાવ્યો

ટિયર-2 અને તેનાથી નાના શહેરોમાં Flipkart Minutesનો વેપાર વાર્ષિક ધોરણે આશરે 25 ગણો વધ્યો છે. આ વૃદ્ધિ કંપનીના કુલ કારોબારમાં થયેલા આશરે ચાર ગણા વધારા કરતાં ઘણી વધુ છે.

desk@kuberanowPublished On : 14 Sept 2026
Flipkart Minutes business growth
Flipkart Minutes business growthAI Generated Image

ઝડપથી વિકસતા ક્વિક-કોમર્સ બજારમાં સ્પર્ધા હવે માત્ર મહાનગરો સુધી મર્યાદિત રહી નથી. Flipkart Minutesએ ટિયર-2 અને તેનાથી નાના શહેરોમાં પોતાની પહોંચ વધારતાં આ બજારોમાં વાર્ષિક ધોરણે આશરે 25 ગણો વેપાર નોંધાવ્યો છે. આ વૃદ્ધિ કંપનીના કુલ કારોબારમાં થયેલા આશરે ચાર ગણા વધારા કરતાં ઘણી વધુ છે.

 

કંપની આ મહિને 1,200 માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટરનો આંકડો પાર કરવાની તૈયારીમાં છે. આ સેન્ટર 150થી વધુ શહેરોમાં કાર્યરત હશે. જૂનમાં કંપની પાસે આશરે 1,000 સેન્ટર હતાં. Flipkart Minutesના દૈનિક ઓર્ડરમાં પણ મોટો વધારો થયો છે. પ્લેટફોર્મને હવે દરરોજ આશરે 11થી 12 લાખ ઓર્ડર મળી રહ્યા છે. નવેમ્બરમાં આ સંખ્યા માત્ર 3.9થી 4 લાખ ઓર્ડર પ્રતિ દિવસ હતી. એટલે કે, થોડા મહિનામાં દૈનિક ઓર્ડર લગભગ ત્રણ ગણા થયા છે. ટિયર-2 શહેરો જેવા કે, જયપુર, લખનઉ, સુરત, નાગપુર, ઈન્દોર, કોઈમ્બતુર, ચંદીગઢ, કોચી, ભોપાલ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમમાં ઓર્ડરની સંખ્યા લાખોમાં પહોંચી છે.

 

કંપનીના જણાવ્યા પ્રમાણે, નવા સ્ટોર શરૂ થવાથી વધુ શહેરો અને ગ્રાહકો સુધી પહોંચ વધી છે. બીજી તરફ, જૂના સ્ટોર પર ગ્રાહકોની સંખ્યા અને ખરીદીની આવર્તન બંનેમાં વધારો થયો છે. પ્લેટફોર્મનો રિપીટ ઓર્ડર રેટ આશરે 60% છે, જે દર્શાવે છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો ફરીથી તેની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.

 

નાના શહેરો પર ભાર વધારવા છતાં કંપની મહાનગરોના બજારમાંથી પાછળ હટી નથી. ઓગસ્ટ સુધીમાં દેશનાં 10 મોટાં શહેરોમાં Flipkart Minutesના 627 ડાર્ક સ્ટોર હતા. ડાર્ક સ્ટોર એટલે એવા સ્ટોર જ્યાં પ્રોડક્ટનું પેકેજિંગ અને ડિસ્પેચિંગ કરવામાં આવે. અહીં પબ્લિકને એક્સેસ આપવામાં આવતું નથી. CLSAના અહેવાલ અનુસાર, આ સંખ્યા Instamartના 615 સ્ટોર કરતાં વધુ હતી. જોકે, Blinkit અને Zepto અનુક્રમે 969 અને 828 સ્ટોર સાથે હજુ પણ Flipkart Minutes કરતાં આગળ છે. નાના શહેરોમાં ઝડપથી વધતી માગ દર્શાવે છે કે ક્વિક-કોમર્સ હવે માત્ર મહાનગરોની સેવા નથી રહી. આ વિસ્તરણથી સ્થાનિક સ્તરે ગોદામ, વિતરણ અને ડિલિવરી સંબંધિત રોજગારની તકો પણ વધી શકે છે.


આ પણ વાંચો: TCSનો ₹70,000 કરોડનો AI મેગા પ્રોજેક્ટ, 264 એકરમાં સ્થાપશે ડેટા સેન્ટર કેમ્પસ


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM