KuberaNowLogo
Saturday, 26/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

EV Subsidy: સબસિડી પર નિર્ભરતા ઘટાડો, વાહનો સસ્તાં બનાવો: સરકારનો EV ઉદ્યોગને સ્પષ્ટ સંદેશ

EV ઉત્પાદકોએ બેટરી અને વાહનો ઉત્પાદન કરવાની કિંમત ઘટાડવા, સ્થાનિક સ્તરે વધુ કોમ્પોનેન્ટ્સ (Components) બનાવવા તેમજ ઉત્પાદનનું પ્રમાણ વધારવું પડશે.

desk@kuberanowPublished On : 19 Sept 2026
EV Subsidy
EV SubsidyAI Generated Image

ભારતમાં Electric Vehicleની ખરીદી વધારવામાં સરકારી સબસિડીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ખાસ કરીને ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વેચાણને પણ નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું છે. સબસિડીના કારણે EV અને પેટ્રોલ અને ડીઝલનાં વાહનો વચ્ચે શરૂઆતનાં ભાવનો તફાવત ઘટાડવામાં પણ પ્રોડ્યુસર્સને મદદ મળી છે. જોકે, કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી H D Kumaraswamyએ ઇલેક્ટ્રિક પરિવહન તરફના પરિવર્તનને ‘સર્વસમાવેશક, પરવડે તેવું અને આર્થિક રીતે ટકાઉ’ બનાવવાની અપીલ કરી હતી. તેમણે ભારતના EV અભિયાનના આગામી તબક્કામાં ખર્ચની સ્પર્ધાત્મકતા, સ્થાનિક ઉત્પાદન અને મોટા પાયે ઉત્પાદનક્ષમતાને કેન્દ્રમાં રાખવા પર ભાર મૂક્યો હતો. લાંબાગાળા સુધી EV ઉદ્યોગનો ગ્રોથ માત્ર સબસીડી પર આધાર રાખી શકે તેમ નથી તેમ સરકારે જણાવ્યું છે. EV ઉત્પાદકોએ બેટરી અને વાહનો ઉત્પાદન કરવાની કિંમત ઘટાડવા, સ્થાનિક સ્તરે વધુ કોમ્પોનેન્ટ્સ (Components) બનાવવા તેમજ ઉત્પાદનનું પ્રમાણ વધારવું પડશે.

 

PM E-DRIVE પાછળ ₹11,900 કરોડનો ખર્ચ

 

₹11,900 કરોડની PM E-DRIVE યોજનાએ અત્યાર સુધીમાં 23.2 લાખથી વધુ Electric Vehicleને પ્રોત્સાહન આપ્યું છે. 1 જુલાઈ સુધીમાં આ યોજના હેઠળ ₹2,281.94 કરોડની ભરપાઈ કરવામાં આવી હતી. આ યોજનામાં માત્ર વાહન ખરીદીની સબસિડી જ નહીં, પરંતુ સમગ્ર ઈવી-ઈકોસિસ્ટમ (EV Ecosystem) વિકસાવવા પણ ધ્યાન આપવામાં આવ્યું છે. Electric Bus માટે ₹4,391 કરોડ, Charging Infrastructure માટે ₹2,000 કરોડ અને Electric Truck માટે ₹500 કરોડનો સમાવેશ થાય છે.

 

સરકારનું ધ્યાન હવે સ્થાનિક સ્તરે ઉત્પાદન પર

 

સરકારે જણાવ્યું કે મજબૂત ઉત્પાદન, Innovation અને સક્ષમ Ecosystem વિના EV પરિવર્તન ટકાઉ બની શકશે નહીં. ભારતે સુલભ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક Electric Mobility Ecosystem ઊભું કરવું જરૂરી છે. સબસિડી ઝડપથી ઘટાડવામાં આવે તો EVની માંગ ધીમી પડી શકે છે. બીજી તરફ, લાંબા સમય સુધી સહાય ચાલુ રાખવાથી ઉદ્યોગ પર સ્વતંત્ર રીતે ખર્ચ ઘટાડવાનું દબાણ ઓછું થઈ શકે છે.


Localisationથી ભાવ ઘટશે?


Battery, Cell, Rare-earth Magnet અને Power Electronicsનું ભારતમાં ઉત્પાદન વધવાથી આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે. જોકે માત્ર સ્થાનિક ઉત્પાદન શરૂ થવાથી EV તરત સસ્તાં બનશે નહીં. તેના માટે મોટા પાયે વેચાણ, ટેક્નોલોજીમાં સુધારો અને કાર્યક્ષમ Supply Chain પણ જરૂરી રહેશે.


આ પણ વાંચો: બાઈક કે કારમાં Mobile Holder લગાવીને Google Maps ચલાવો છો? જાણો ક્યારે થઈ શકે Traffic Challan



Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE Listing: ₹4.45 લાખ કરોડના માર્કેટ કેપ સાથે 10મી સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની
  2. ક્રૂડ ઉછળતા ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ખરડાયું, બીએસઈ સેન્સેક્સ 850 પોઇન્ટ તો નિફ્ટી 275 પોઇન્ટ ડાઉન
  3. IRDAIના નવા નિયમોથી Insurance Stocks દબાણમાં
  4. IPO માર્કેટમાં રોકાણકારોની બલ્લે-બલ્લે! Hero Motors સહિત આ 3 શેરમાં તેજી

Economy

See more
  1. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  2. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  3. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
  4. ભારતીય અર્થતંત્રનું ‘ગ્રોથ એન્જિન’ ફૂલ સ્પીડમાં! Fitch 6.9%, S&P 7%
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  2. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર
  3. નિવૃત્તિ પછી પણ મળશે નિયમિત આવક, આ સરકારી યોજનાઓ બનશે સહારો
  4. EPFO 3.0થી બદલાશે PF સિસ્ટમ, ક્લેઇમ થશે વધુ ઝડપી; જાણો નવા નિયમો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM